શૈક્ષણિક લાયકાત:-
(૧) ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકીની કોઇપણ યુનિવર્સિટીની અથવા તે તરીકે માન્ય થયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, ૧૯૫૬ની કલમ ૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થાની કેમેસ્ટ્રી અથવા માઈક્રોબાયોલોજી અથવા બાયોકેમેસ્ટ્રીમાં સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે.
અથવા
(૨) ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકીની કોઇપણ યુનિવર્સિટીની અથવા તે તરીકે માન્ય થયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, ૧૯૫૬ની કલમ ૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી લેબોરેટરી ટેકનિશ્યન અથવા મેડીકલ લેબોરેટરી ટેકનીશીયન કોર્ષ અથવા મેડીકલ ટેકનોલોજીમાં ડીપ્લોમાં ધરાવતો હોવો જોઇશે અથવા મેડીકલ લેબોરેટરી ટેકનોલોજીમાં પોસ્ટ ગેજ્યુએટ ડીપ્લોમાં ધરાવતો હોવો જોઇશે અથવા એક વર્ષનો મેડીકલ લેબોરેટરી ટેકનીશીયન ટ્રેનીંગનો કોર્ષ અથવા લેબોરેટરી ટેકનીશીયન કોર્ષ ધરાવતો હોવો જોઇશે.
૩) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ માં દર્શાવ્યા મુજબ કોમ્પ્યુટરનું બેઝીક નોલેજ ધરાવતા હોવા અંગેનું પ્રમાણપત્ર
